આવક-જાવક અને ખર્ચ ટ્રેકર
રોજનો હિસાબ, સાવ સહેલો
Hisabkiya એક મફત એપ છે જેમાં તમે તમારી આવક અને ખર્ચ લખો છો, જેમ કે “ચા 40 અને રિક્ષા 120”. મહિનાનું બજેટ પગારની તારીખથી ચાલે છે, ઉધારનો હિસાબ અલગ રહે છે, અને તમારો બધો ડેટા તમારી પોતાની Google Driveમાં રહે છે.
એપ ગુજરાતીમાં ખૂલે છે; બદલવી હોય તો સેટિંગ્સ → ભાષા. કેલ્ક્યુલેટર જેવા થોડા ભાગ હજુ અંગ્રેજીમાં છે.
એમાં શું શું છે
એક લાઇનમાં ઘણી એન્ટ્રી
ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં લખો, “ચા 40 અને રિક્ષા 120”. માઇકથી હિન્દી કે અંગ્રેજીમાં બોલી પણ શકો છો.
પગારની તારીખથી બજેટ
મહિનો 1 તારીખથી નહીં, તમારા પગારના દિવસથી ગણાય છે. દરેક કેટેગરીની લિમિટ પણ રાખી શકો છો.
ઉધાર ખાતું
મિત્રો, ગ્રાહકો અને સપ્લાયર સાથેની લેવડ-દેવડ, ચાલુ બેલેન્સ, અને WhatsApp પર UPI QR સાથે યાદ અપાવવું.
EMI, SIP અને બિલ રિમાઇન્ડર
લોનનો હપ્તો, SIP, વીમો અને સબ્સ્ક્રિપ્શનની તારીખ પહેલાં યાદ, અને પગાર જેવી એન્ટ્રી આપમેળે.
Google Pay સ્ટેટમેન્ટ એનાલાઇઝર
Google Payનું સ્ટેટમેન્ટ PDF ખોલો અને જુઓ પૈસા ક્યાં ગયા: કરિયાણું, જમવાનું, પેટ્રોલ, બિલ. ફાઇલ તમારા ફોનમાં જ વંચાય છે, અપલોડ થતી નથી.
ટેક્સ વૉલ્ટ
ફોર્મ 16, AIS, 26AS, ભાડાની રસીદો, 80C-80Dના પુરાવા અને ભરેલા ITR, નાણાકીય વર્ષ પ્રમાણે તમારી Google Driveમાં. આખું વર્ષ એક ZIPમાં CAને આપો.
બેંક સ્ટેટમેન્ટથી એન્ટ્રી
બેંકનું Excel, CSV કે PDF સ્ટેટમેન્ટ નાખો, લેવડ-દેવડ આપમેળે કેટેગરી સાથે આવી જાય છે.
Excelમાં ડાઉનલોડ
બધી લેવડ-દેવડ, મહિના પ્રમાણે સરવાળો, અને ઉધાર ખાતું એક Excel ફાઇલમાં.
તમારો ડેટા, તમારી Driveમાં
- તમારી લેવડ-દેવડ તમારી પોતાની Google Driveની એક ખાનગી ફાઇલમાં સેવ થાય છે. તમારી એન્ટ્રી અમારા સર્વર પર નથી રહેતી (ફક્ત ગ્રુપમાં વહેંચેલા બિલ સર્વર પર રહે છે, જેથી બધાને એક જ લિસ્ટ દેખાય).
- બેંક લૉગિન નહીં, SMS વાંચવાનું નહીં, જાહેરાત નહીં.
- ફોન પર એપ લૉક: PIN કે ફિંગરપ્રિન્ટ.
સવાલ-જવાબ
શું Hisabkiya મફત છે?
હા. કોઈ સબ્સ્ક્રિપ્શન નહીં અને કોઈ જાહેરાત નહીં. Pro ફક્ત એક વારનો સપોર્ટર બેજ છે, જરૂરી નથી.
મારો ડેટા ક્યાં રહે છે?
તમારી પોતાની Google Driveની એક ખાનગી ફાઇલમાં, અને એપ ઝડપથી ખૂલે એ માટે એક કૉપી તમારા બ્રાઉઝરમાં. અમે તમારી લેવડ-દેવડ અમારા સર્વર પર રાખતા નથી.
શું હું ગુજરાતીમાં એન્ટ્રી કરી શકું?
હા, લખીને: “ચા 40 અને રિક્ષા 120” કે “પગાર 52000” સમજાય છે. બોલીને એન્ટ્રી હાલ હિન્દી અને અંગ્રેજીમાં થાય છે.
શું એને ડાઉનલોડ કરવી પડે?
ફરજિયાત નથી. Android ફોન માટે Google Play પર Hisabkiyaની મફત એપ છે. iPhone કે કમ્પ્યુટર પર એ બ્રાઉઝરમાં જ ચાલે છે, ઇચ્છો તો બ્રાઉઝર મેનૂમાંથી “Add to Home Screen” કરી શકો. બંને પર એક જ Google એકાઉન્ટથી તમારો હિસાબ સરખો રહે છે.
ફોન અને કમ્પ્યુટર બંને પર ચાલશે?
હા. બંને પર એક જ Google એકાઉન્ટથી સાઇન ઇન કરો, તમારો હિસાબ બંને જગ્યાએ મળશે.